છેલ્લા કેટલાય સમયથી મોટી ઘટનાઓને લોકો જોયા-જાણ્યા અને સમજયા વગર પોતાના રિએકશન આપી દેતાં હોય છે અને એટલુ જ નહિ તેમના ફોનમાં આવેલા મેસેજ અને ભડકાઉ વીડીયોની કોઈ પણ જાતની ખરાઈ કર્યા વગર આગળ પોસ્ટ કરી દેતાં હોય છે હવે આવું નહી થઈ શકે.. ફેસબુકે ફેક્ટ ચેક ફિચર સેવા દેશમાં શરુ કરી દીધી છે અને આવા ભડકાઉ ન્યૂઝ હટાવવા માટે તેને ઓળખવા માટે નવો ઓપ્શન શરુ કરી દીધો છે. હવે ફેસબુક યુઝર્સ કોઈ ફેક ન્યૂઝ કે રોંગ વીડીયો પોસ્ટ કરશે તો ફોલ્સ ઈન્ફોર્મેશન એટલે કે ખોટી માહિતી લખેલો સંદેશો આવી જશે. જો કોઈ પોસ્ટ ખોટી હશે તો તેની નીચેની ન્યૂઝ ફીડમાં પણ બતાવશે.કોઈ પણ યુઝર્સ ફેસબુક પર ફેક ન્યૂઝને ઓળખી શકશે તેનો રિપોર્ટ પણ કરી શકશે. વારંવાર આવી ખોટી પોસ્ટ કરનારા લોકોને જોવાની સંખ્યા પણ ઘટતી જશે.વારંવારં આવી ખોટી પોસ્ટ કરનારા સામે ફેસબુક કાર્યવાહી પણ કરી શકે છે અને તેનું એકાઉન્ટ પણ બ્લોક કરી શકે છે. છેલ્લા કેટલાય સમયથી નજર કરશો તો ખબર પડશે કે સોશ્યલ મીડીયા પર ફેલાયેલા બોગસ ન્યૂઝના કારણે કેટલીય જગ્યાએ તોફાનો ફાટી નીકળ્યાં હતા અને માહોલ વધુ ખરાબ થયો હતો. કેટલીક જગ્યાએ મોબ લીન્ચીગની ઘટના પણ આવા મેસેજ માટે જવાબદાર બની હતી હવે ફેસબુકે દેર આયે દુરસ્ત આયે આખરે એક મોટી લગામ લગાવવાનુ શરૂ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે એનસીઆરબીના રિપોર્ટ અનુસાર 2017માં 170 મામલો પ્રકાશમાં આવ્યાં હતાં.