નાગરિકતા બિલના વિરોધની આગ આસામથી શરુ થઈને હવે બંગાળ પહોચી ગઈ છે. પં.બંગાળાના કેટલાંક શહેરોમાં હિંસા અને આગની ઘટનાઓ મોટા પાયે શરુ થઈ છે જેમાં . કોલકાતા પાસે હાવડામાં પ્રદર્શનકારીઓએ હાઇવે જામ કરીને 10 બસોમાં આગ લગાવી દીધી હતી. બીજી તરફ અન્ય વાહનો અને કચેરીઓમાં પણ તોડફોડ કરી હતી ટોળાએ આગળ વધતા વધતા ભીડે સંકરાઇલ સ્ટેશન કોમ્પ્લેક્સ પર પણ તોડફોડ કરીને આગ લગાવી હતી. આગની ઘટનાના પગલે મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રદર્શનકારીઓને અપીલ કરી હતી અને કહ્યું હતુ કે લોકતાંત્રિક રીતે વિરોધ કરો પણ કાયદો હાથમાં ન લો. છેલ્લા 3 દિવસથી નાગરિકતા કાયદાના વિરોધમાં પૂર્વોત્તરના રાજ્યોમાં 6 દિવસથી ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે. આસામમાં શનિવારે કર્ફ્યુમાં સવારે 9 વાગ્યાથી 4 વાગ્યા સુધી સાત કલાક માટે છૂટ અપાઈ છે પણ હજુ અફવા ના ફેલાય તે માટે ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. જો કે આખો દિવસ હિસાના બનાવો ચાલુ રહયા હતા . કેટલાક તત્વોએ હાવડાનો હાઈવે બંધ કરાવી દીધો હતો. પોલીસે પરિસ્થિતિને અંકૂશમાં લેવા માટે લાઠીચાર્જ કરીને ટીયર ગેસના સેલ પણ છોડયા હતા