બનાસકાંઠા નકલી નોટ કાંડમાં વધુ 3 આરોપીઓને એસઓજીએ ઝડપ્યાં

બનાસકાંઠામાં નકલી નોટ કેસમાં વધુ 3 આરોપીને એસઓજીએ ઝડપી લીધા છે.આરોપીઓ પાસે થી hp કલર પ્રિન્ટર તથા રોકડ રૂપિયા ૪૦,૦૦૦/- તથા કલરની ડબ્બી તથા સેલો ટેપ તથા કોરો કાગળની થપ્પી તથા મોબાઈલ નંગ-૩ મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૬૦,૦૦૦/- પણ કબજે લેવાયાં છે. IGP સુભાષ ત્રિવેદી સાહેબ સરહદી રેન્જ ભુજ નાઓ તરફથી નકલી નોટોના બનાવો બનતા અટકાવવા તેમજ તેને શોધી કાઢવા આપેલ સૂચના અંતર્ગત બનાસકાંઠા એસપી તરુણકુમાર દુગ્ગલનાં માર્ગદર્શન મુજબ એન.એન.પરમાર I/C પો.ઈન્સ. તથા તમામ એસ.ઓ.જી.ટીમ નાઓ એ અગાઉ (૧)હમીરભાઈ પુનમભાઈ પટેલ(કાગ) રહે.કુવાતા તા.દિયોદર (૨)રામાભાઈ અમરાભાઈ પટેલ રહે.ચુવા તા.વાવવાળા બંને ઈસમો ને ઝડપી બને ઈસમો વિરુધ્ધ ઈ.પી.કો ૪૮૯(એ),(બી),(સી),(ઇ),૧૧૪ મુજબ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવેલ તેમજ આરોપીઓના નિવેદન આધારે રાજસ્થાન કાલન્દ્રિ તથા મંડવારિયા ગામે જઇ આરોપી (૧) જાલારામ કિસનારામ દેવાસી રહે.મંડવારીયા (૨) લાલરામ પ્રભુરામ દેવાસી રહે.મંડવારીયા (૩)શંકરભાઇ વિરારામ દેવાસી કાલન્દ્રિ વાળાઓને રાજસ્થાન મુકામે ઝડપી આરોપીઓ પાસે થી hp કલર પ્રિન્ટર તથા રોકડ રૂપિયા ૪૦,૦૦૦/- તથા કલરની ડબ્બી તથા સેલો ટેપ તથા કોરો કાગળની થપ્પી તથા મોબાઈલ નંગ-૩ મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૬૦,૦૦૦/- સાથે આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *