બાઇડનની જિનપિંગને ચેતવણી – રશિયાની મદદ કરશો તો ગંભીર પરિણામ આવશે

IRPIN, UKRAINE – MARCH 07: Residents of Irpin flee heavy fighting via a destroyed bridge as Russian forces entered the city on March 07, 2022 in Irpin, Ukraine. Yesterday, four civilians were killed by mortar fire along the road leading from Irpin to Kyiv, which has been a key evacuation route for people fleeing Russian forces advancing from the north. Today, Ukraine rejected as “unacceptable” a Russian proposal for a humanitarian corridor that leads from Kyiv to Belarus, a Russian ally that was a staging ground for the invasion. (Photo by Chris McGrath/Getty Images)

રશિયા-યુક્રેન યુદ્ધના 24 દિવસ પુરા થઈ ગયા છે ત્યારે યુએસ પ્રમુખ જો બાઇડને શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. બાઇડન અને જિનપિંગે યુક્રેન પર રશિયાના હુમલા અને રશિયા પરના પ્રતિબંધો અંગે ચર્ચા કરી હતી. તે જ સમયે, બાઇડને ચીનને ચેતવણી આપી છે કે, રશિયાને કોઈપણ પ્રકારની મદદ કરશે તો ગંભીર પરિણામ ભોગવવું પડશે. તાઇવાન પર યુએસ નીતિ બદલાઈ નથી અને વર્તમાન પરિસ્થિતિમાં કોઈપણ એકપક્ષીય પરિવર્તનનો વિરોધ કરવાનું ચાલુ રાખશે. જિનપિંગે કહ્યું – બે મોટા દેશના નેતા તરીકે આપણે વૈશ્વિક મુદ્દાઓને કેવી રીતે રજૂ કરીએ તે વિશે વિચારવાની જરૂર છે. તેનાથી પણ વધુ મહત્ત્વની બાબત એ છે કે, વૈશ્વિક સ્થિરતા અને લાખો લોકોના કામ અને જીવનને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત આવે તેવી શક્યતા નહીવત જણાય છે. બન્ને દેશ પૈકી કોઈ દેશ એક-બીજા સામે ઝુકવા તૈયાર નથી. યુક્રેને સ્પષ્ટ કહ્યું છે કે શાંતિ સમજૂતી માટે અમે EUના સભ્યપદના અભિયાનને અટકાવવાની શરતને સ્વીકારશું નહીં. બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે યુક્રેનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 816 લોકોના મોત થયા છે.

બાઈડન અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે યુક્રેન સંકટ અંગે વાતચીત કરી છે. બીજી બાજુ UNSCની બેઠકમાં બાયોલોજીક વેપન મુદ્દે પણ અમેરિકા અને રશિયા વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. આ ઉપરાંત લવીવના એરપોર્ટ ઉપર સ્ટ્રાઈકની ઘટની બની હતી. લવીવના મેયરે જણાવ્યું હતું કે આ હુમલામાં અનેક ઈમારતોને નુકસાન થયું હતું, જોકે એરપોર્ટ સુરક્ષિત છે.

ચેર્નેહીવમાં થયેલા ફાયરિંગમાં અમેરિકાના એક નાગરિકનું તેમ જ કેટલાક યુક્રેની નાગરિકનું મોત થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પુતિનને ‘પ્યોર ઠગ’ અને ‘હત્યારા તાનાશાહ’ કહ્યા છે. બાઈડને આ વાત કેપિટલ હિલમાં સેન્ટ પેટ્રિક ડે પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં કહી હતી.

બીજીબાજુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં યુક્રેન સંકટ અંગે ચાલી રહેલી બેઠકમાં અમેરિકાના પ્રતિનિધિએ કહ્યું કે ગયા સપ્તાહ અમે રશિયાના પ્રતિનિધિની વિચિત્ર થિયરી સાંભળી હતી. આ સપ્તાહ અમે આ પ્રકારની વાતો સાંભળી રહ્યા છીએ, જે અંગે લાગે છે કે આ વાતો તેમને ઈન્ટરનેટના કોઈ અંધારાવાળા ખૂણામાંથી મોકલવામાં આવી છે. અમેરિકાના પ્રતિનિધિએ કહ્યું કે યુક્રેન પાસે બાયોલોજીકલ વેપન પ્રોગ્રામ નથી.

બાઈડને શી જિનપિંગ સાથે વાતચીત કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તેમના ચીનના સમકક્ષ શી જિનપિંગ સાથે વીડિયોલિંકથી વાતચીત કરી છે. વ્હાઈટ હાઉસે કહ્યું કે નવેમ્બરમાં વીડિયો શિખર સમ્મેલન બાદ બન્ને નેતા વચ્ચે આ પ્રથમ વાતચીત છે. ચીનના સરકારી મીડિયા પ્રમાણે જિનપિંગે બાઈડનને કહ્યું કે યુક્રેનમાં જે પ્રકારે સંઘર્ષ ચાલી રહ્યો છે તેવી આ ઘટનાઓ કોઈપણના હિતમાં નથી. યુક્રેન સંકટ એક એવો મુદ્દો છે કે જેને આપણે જોવા ઈચ્છતા નથી.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે મારિયુપોલમાં રશિયાની એરસ્ટ્રાઈકનું નિશાન બનેલા થિયેટરના કાટમાળને ટકાવવા અને તેમા ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કાટમાળમાંથી 130 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે હુમલા સમયે અહી આશરે 1300 નાગરિકોએ શરણ લીધેલું હતું.

રાજધાની કીવમાં થયેલા એક મિસાઈલ હુમલામાં યુક્રેનની જાણિતી અભિનેત્રી ઓકસાના શ્વેટ્સનું મોત થયું છે. યંગ થિયેટર ગ્રુપે ઓક્સાનાના મૃત્યુ અંગે પૃષ્ટી કરી છે. ધ હોલીવુડ રિપોર્ટરના જણાવ્યા પ્રમાણે ઓક્સાનીની ઉંમર 67 વર્ષ હતી. તેણે યુક્રેનનું સર્વોચ્ચ કલાત્મક સન્માન ઓનર્ડ આર્ટિસ્ટ ઓફ યુક્રેનના ખિતાબથી સન્માનિત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *