બાબરામાં મહિલા PSIને મહિલા પર લાઠીચાર્જ ભારે પડયો-સસ્પેન્ડ કરાયા

બાબરામાં બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર મહિલા PSI દ્વારા મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવતા ભાગદોડ મચી હતી. આખરે જીલ્લા પોલીસ વડાએ ગંભીર નોધ લઈને સસ્પેન્ડ કરાયાં છે. ઘટનામાં પોલીસના લાઠચાર્જથી અફરાતફરી મચી ગઇ હતી. બાબરામાં વર્ષોથી ભરાતી બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરી રોજે રોજનું કામ કરતા મધ્યમ વર્ગના લોકો અહીં આવે છે. સ્થાનિક PSIએ વિવાદ સર્જી મહિલાઓ ઉપર લાઠીચાર્જ કરી દીધો હતો. મહિલાઓના ટોળા એકઠા થયા હતા પરંતુ આ મહિલા PSI ઉશ્કેરાયને કેટલીક મહિલાઓ પર લાઠીચાર્જ કરી દેતા ખરીદી કરાવા આવેલા લોકોમાં પણ અફરાતફરી મચી ગઇ હતી. મહિલાઓ સામે પોલીસની દાદાગીરી સામે આવતા નાછૂટકે લોકોને ભાગવાનો વારો આવ્યો હતો.મહિલાઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મહિલાઓ સુરક્ષિત છે તેવા બણગાં ફૂંકે છે. રાજ્ય સરકાર આ દ્રશ્યો જુએ અને જેની જવાબદારી સુરક્ષા કરવાની છે તે જ પોલીસ ખુલ્લેઆમ દાદાગીરી પર ઉતરી આવી હોય તેવું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *