બિહાર ચૂંટણીનાં પરિણામ LIVE: NDA 129, મહાગઠબંધન 103

બિહાર ચૂંટણીના રુઝાનમાં એનડીએ આગળ ચાલી રહ્યુ છે જો કે મહાગઠબંધન પણ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યુ છે. બપોરે 1.30 વાગ્યાની સ્થિતિ મુજબ 127-106 છે જેમાં NDA વધીને 127 પહોંચી ગઈ અને મહાગઠબંધન ઘટીને 106 પર આવી ગઈ છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આરંભિક તબક્કે તીવ્ર રસાકસી ચાલુ છે સાંજ સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. મહાગઠબંધને પણ હજુ સરકાર બનાવવાની આશા જીવંત રાખી છે. પીછેહઠ કરનારા મહારથીઓ પૈકી શત્રુઘ્ન સિંહાનો પુત્ર લવ સિંહા ઉપરાંત દિગ્ગજ નેતા શરદ યાદવની પુત્રી પાછળ ચાલી રહ્યાં છે. લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપ પણ હાલ પાછળ છે. પોતાને મુખ્યમંત્રીપદની દાવેદાર ગણાવનાર પુષ્પમ પ્રિયા બંને બેઠક પર પાછળ છે. ત્રણ તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં 7.34 કરોડ મતદાતામાંથી 57.05%એ મતદાન કર્યું. 2015માં 56.66% મતદાન થયું હતું. આ વખતે 3,733 ઉમેદવાર મેદાનમાં છે, જેમાંથી 3,362 પુરુષ, 370 મહિલાઓ અને 1 ટ્રાન્સજેન્ડર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *