બ્રાઝિલમાં 24 કલાકમાં 4000થી વધુ મૃત્યુ, 80 હજારથી વધુ કેસ

બ્રાઝિલમાં બુધવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 4,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. બ્રાઝિલમાં અત્યાર સુધીનો એક દિવસમાં સૌથી મોટો આંકડો છે. અહીં કુલ મૃત્યુ પણ 3.37 લાખથી વધુ થઈ ચૂક્યાં છે જે અમેરિકા બાદ સૌથી મોટો આંકડો છે. દરરોજ 80 હજારથી વધુ નવા દર્દી મળી રહ્યા છે. સારવારની રાહ જોતા કોરોના દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે. ડ્યૂક યુનિવર્સિટીના પ્રોફેસર કોલેલિસ કહે છે કે બ્રાઝિલ એક પરમાણુ રિએક્ટર જેવું થઈ ગયું છે. અહીં ચેન રિએક્શન થઈ રહ્યું છે. જે બેકાબૂ થઈ ગયું છે અને દેશ બાયોલોજિકલ ફુકુશિમા બની ગયું છે. આ સ્થિતિ છતાં દેશના વડાપ્રધાન બોલસોનારો લૉકડાઉનનો વિરોધ કરી રહ્યા છીએ. લૉકડાઉનથી અર્થવ્યવસ્થાને જે નુકસાન થશે તે આ વાઈરસથી થતાં નુકસાનથી અનેકગણું વધારે હશે પણ અનેક શહેરોમાં સ્થાનિક તંત્ર તરફથી લગાવાયેલા અમુક પ્રતિબંધને તે કોર્ટના માધ્યમથી હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *