વિશ્વના મોટાભાગના દેશ કોરોનાની રસી બનાવવામાં લાગી ગયા છે પણ હજુ સુધી કોઈને સફળતા મળી નથી તે સમયે બ્રિટનમાં કોરોના વાઈરસની વેક્સીન (રસી)નો માનવી પર ટેસ્ટ શુક્રવારે કરાતા એક આશાનું કિરણ દેખાયું છે. કોવીડ-19નીઆ રસી એક માઈક્રોબાયોલોજીસ્ટને અપાઈ હતી જો આ પહેલા વેક્સીનની હૂમન ટ્રાયલ માટે 800 પૈકી એલિસા ગ્રેનેટોની પસંદગી કરાઈ હતી. વેક્સીન ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તૈયારી કરી હતી. એલિસાએ સમગ્ર વેકસીન પ્રક્રિયા અંગે માહિતી આપતા કહ્યું હતુ કે પોતે વૈજ્ઞાનિક છે અને રિસર્ચને સપોર્ટ કરવા માંગે છે. ગુરુવારે એલિસાનો 32મો જન્મ દિવસ હતો.ત્યારે આ રસી અપાઈ હતી. બાદમાં કેન્સર પર રિસર્ચ કરનાર એડવર્ડ ઓનીલને પણ આ વેક્સીન લગાવાઈ હતી. જો કે બન્ને રસીમાં ફર્ક હતો જેમાં એલિસાને કોવિડ-19ની વેક્સીન અને ઓનીલને મેનિનજાઈટિસની વેક્સીન અપાઈ હતી મેનિનઝાઈટિસ પણ એક સંક્રમક બીમારી હોય છે. તેમા મગજ તથા કરોડરજ્જાના ભાગમાં સોજો આવી જાય છે. આ રસી આપ્યાં બાદ બન્ને મહિલાઓનું 48 કલાક સુધી મોનિટરીંગ કરાશે.