ઇઝરાયેલમાં સત્તા બદલાયા બાદ ભારતની સાથે તેમની મિત્રતા યથાવત રહેશે કે નહીં તેના પર શંકા વ્યક્ત કરવામાં આવતી હતી. પરંતુ સોમવારે આ વાત સ્પષ્ટ થઈ ગઈ કે બંનેની મિત્રતા છે.ઇઝરાયેલે એક તરફ ભારતની કોવિડ-19 વેક્સિનના સર્ટિફિકેટને પોતાને ત્યાં માન્યતા આપવાની તૈયાર દર્શાવી છે, તો બીજી બાજુ બંને દેશ વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર પણ 2022ના મધ્યમાં સાઈન કરવાને લઈને સહમતિ વ્યક્ત કરી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે ઇઝરાયેલના વિદેશ મંત્રી યાર લાપિડની સાથે બેઠક કરી. બેઠકમાં ભારત અને ઇઝરાયેલે એક બીજાને કોવિડ-19 સર્ટિફિકેટને માન્યતા આપવાને લઈને સહમતિ દાખવી છે. FTA પર 2022ના મધ્યમાં સાઈન કરતા પહેલાં અંદરોદરની શરતો નક્કી કરવાને લઈ બંને દેશોએ તૈયારી દાખવી છે.