ભારતમાં સૌથી પહેલા ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેક્સીન મળશે

દેશમાં કોરોનાની વેકસિન મળવાની આશા તેજ બની છે. વધતા જતાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે ત્યારે વેક્સીનને લઈ પણ આશા વધી ગઈ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના વેક્સીન ટ્રેકર પ્રમાણે વર્તમાન સમયમાં 29 જેટલી વેક્સીન હ્યૂમન ટ્રાયલ્સમાંથી પસાર થઈ રહી છે ત્યારે 138 જેટલી વેક્સીન પ્રી-ક્લિનિકલ ટેસ્ટિંગમાંથી પસાર થઈ રહી છે. ચીનની સરકારી કંપની સિનોફાર્માએ દાવો કર્યો છે કે ડિસેમ્બર સુધીમાં તેની વેક્સીન માર્કેટમાં આવી જશે. સ્વદેશી વેક્સીન તૈયાર કરી રહેલી ભારત બાયોટેક-ICMR અને ઝાયડસ કેડિલા ફેઝ-2ના હ્યૂમન ટ્રાયલ્સમાં પ્રવેશ કરી ચુક્યા છે. ભારતમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા દ્વારા તૈયાર કરાયેલી કોવીશીલ્ડ સૌથી પહેલા ઉપલબ્ધ બનશે. તેણે ભારતમાં ફેઝ-2 અને ફેઝ-3 હ્યૂમન ટ્રાયલ્સ માટે સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા પાસેથી મંજૂરી મેળવી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *