ભારતમાં 5G ઇકોસિસ્ટમના વિકાસમાં જિયો કી પ્લેયર

હવે રિલાયન્સ જિયો ભારતમાં બજારની ગતિશીલતા આધારિત 5G ઇકોસિસ્ટમના વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા અદા કરવા માટે સજ્જ છે. મોબાઇલ સેવાઓની ફ્લોર પ્રાઇઝ વિશે કંપનીએ નોંધ્યું છે કે ઓપરેટર્સ દ્વારા ડિસેમ્બરમાં ટેરિફમાં કરાયેલા વધારાના પરિણામે બજારની ગતિશીલતા સુધરી છે. વાર્ષિક અહેવાલમાં એમ પણ જણાવાયુ છે કે જિયો તેના 5G-રેડી નેટવર્ક અને વ્યાપક ફાઇબર એસેટ સાથે ભારતમાં 5G ઇકોસિસ્ટમના વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ શેરધારકોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ભારતમાં હજી લાખો 2G ફોન ધારકો છે, જે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતાં નથી. 2Gમાંથી 4G યુગ અને તેની આગળના યુગમાં પરિવર્તિત થવા માટેની ત્વરિત જરૂરિયાત પર પ્રકાશ પાડવાની સાથે આ યુગ પરિવર્તનમાં જિયો પાસે રહેલી તકો ઉપર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે “છેલ્લા બે વર્ષ દરમિયાન જિયોફોને 100 મિલિયન જૂના ફીચર ફોન (2G) યુઝર્સને 4G નેટવર્કમાં સફળતાપૂર્વક પરિવર્તિત કર્યા છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *