ભારતે વિશાળ સ્કોર ખડકી વિન્ડીઝને હરાવ્યું

પ્રથમ મેચમાં હારનો સ્વાદ ચાખ્યા બાદ ભારતે બીજી વનડેમાં વિશાખાપટ્ટનમ ખાતે વેસ્ટ ઇન્ડિઝને 107 રને હરાવ્યું છે. આ સાથે ટીમ ઇન્ડિયાએ સીરિઝને 1-1ની બરાબરીએ કરી દીધી છે. હવે ત્રીજી વન ડે કટકમાં 22 મી ડિસેમ્બરે રમાશે.વિશાખાપટ્ટનમની મેચના રીયલ હીરો રોહીત શર્મા,કે એલ રાહુલ અને હેટ્રીક લેનારા કુલદીપ યાદવ રહ્યાં હતાં.

ભારતે રોહીત અને રાહુલની સદીથી 388 રન કર્યા હતા જેનો પીછો કરતા કરતાં વિન્ડીઝ 280 રનમાં ઓલઆઉટ થયું હતું. કુલદીપ યાદવે આ પહેલા પણ 2017માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કોલકાતા ખાતે હેટ્રિક લીધી હતી.યાદવે ત્રણ બોલમાં હોપ, હોલ્ડર અને જોસેફને આઉટ કરી દેતા વિન્ડીઝની હાર નિશ્વિત બની ગઈ હતી. કુલદીપ યાદવની સાથે સાથે મોહમદ શમી 3 અને શાર્દુલ ઠાકુરે 1 અને જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી. રોહીત શર્મા અને રાહુલના આઉટ થયા બાદ શ્રેયસ અય્યર અને ઋષભ પંતે આક્રમક બેટીંગ શરૂ કરી હતી જેમાં અય્યરે અડધી સદી ફટકારી હતી તો પંતે પણ જોત જોતામાં 47 રન કરી દીધા હતા.

વિરાટ કોહલી બે વર્ષ પછી શૂન્ય રને આઉટ થયો

એક તરફ ભારતના બન્ને ઓપનરોએ સદી ફટકારીને જંગી ભાગીદારી નોધાવી તો કેપ્ટન વિરાટ કોહલી પહેલા જ બોલે ઝીરોમાં પેવેલિયન ભેગો થયો હતો. પોલાર્ડની બોલિંગમાં ચેઝે મિડવિકેટ પર તેનો સરળ કેચ કર્યો હતો. આ પહેલા 2017માં ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઇ ખાતે ખાતું ખોલાવી શક્યો ન હતો. ત્યારે કુલ્ટર નાઇલની બોલિંગમાં મેક્સવેલના હાથે કેચ આઉટ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *