ભારે વરસાદથી પાક-નુકસાન સામે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું

ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અતિવૃષ્ટિથી થયેલા નુકસાન માટેનું ગુજરાત સરકારે રાહત પેકેજની જાહેરત કરી છે. આ પેકેજના મુખ્ય મુદ્દાઓ આ મૂજબ છે –

1) જામનગર,રાજકોટ જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર-૨૦૨૧માં થયેલા ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ ઉદભવી હતી તેને ધ્યાને લઈને આ નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે. 2)આવા અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને 33 ટકા કે તેથી વધુ નુકશાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ.13,000 સહાય ચૂકવાશે. 3)આ સહાયમાં એસડીઆરએફ (SDRF)ના ધોરણો મુજબ એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમા વધુ 2 હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂ.6800 અપાશે, બાકીની તફાવતની હેક્ટર દીઠ રૂ. 6200 મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે. 4)જો જમીનધારકતા આધારે એસડીઆરએફ(SDRF)ના ધોરણો મુજબ 5 હજાર કરતા ઓછી રકમ સહાય ચૂકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ 5 હજાર ઓછામાં ઓછા ચૂકવાશે અને તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *