ભોગાવો નદી પરના ત્રણ મોટા ચેક ડેમ મરામત માટે ૧ કરોડ ૫૪ લાખ

14 ડિસેમ્બર 2019

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં સુજલામ સુફલામ યોજના અન્વયે ભોગાવો નદી પરના ત્રણ મોટા ચેકડેમની મરામત માટે રૂ. ૧ કરોડ પ૪ લાખ ફાળવવાનો નિર્ણય કર્યો છે વિજય રૂપાણીએ સમઢીયાળા ચેકડેમ માટે રૂ. પ૧.૩ર લાખ, જૂની મોરવડ ચેકડેમ માટે રૂ. પ૩.૦૬ લાખ તેમજ નવી મોરવડ ચેકડેમ માટે રૂ. પ૦.૦૯ લાખ મરામત કામોના ફાળવ્યા છે. ત્રણેય ચેકડેમ સુજલામ સુફલામ યોજના હેઠળ વર્ષ ર૦૦પ-૦૬માં ભોગાવો નદી ઉપર નિર્માણ પામેલા છે. ર૦૧૭ના વર્ષમાં આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે આ ચેકડેમને નુકશાન થતાં રાજ્ય સરકાર સમક્ષ તેના રિપેરીંગ કામ માટે કરાયેલી દરખાસ્તને મુખ્યમંત્રીશ્રીએ અનુમતિ આપી છે. સમઢીયાળા ચેકડેમમાં બેય કાંઠાઓની વિંગવોલ, ડાબી બાજુની એબટમેન્ટ વોલ, બોડીવોલ તેમજ પૂરેપૂરી લંબાઇના એપ્રોન કામની મરામત થશે. જૂની મોરવાડ ચેકડેમમાં બેય કાંઠાની વિંગવોલ, એપ્રોન તેમજ ચેકડેમ બોડીવોલ નીચેથી લીકેજ તેમજ પાઇપીંગ મરામતના કામો હાથ ધરાશે. નવી મોરવાડ ચેકડેમમાં બેય કોઠા તથા એપ્રોનના ભાગમાં થયેલા નૂકશાનની મરામતના કામો કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *