મહારાષ્ટ્રના લાખો ખેડૂતોને નવી રચાયેલી રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. સત્તા સંભાળતાની સાથે જ સીએમ ઉધ્ધવ ઠાકરેએ રાજ્યના ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું કરજ માફ કરવાની ઘોષણા વિધાનસભામાં કરી દીધી છે એ પણ સ્પષ્ટતા કરી છે કે આ દેવુ સંપૂર્ણ હશે અને કોઈ પણ શરત લાગુ નહી પડે. લાખો ખેડૂતોની જેની રાહ જોઈ રહ્યાં હતા તે દિવસ આવી ગયો છે આગામી માર્ચ મહિનાથી મહારાષ્ટ્રમાં દેવા માફીની પ્રક્રિયા શરૂથઈ થશે.
મહારાષ્ટ્ર સરકારે સૌ પ્રથમ વારની આ દેવા માફી યોજનાને ‘મહાત્મા જ્યોતિ રાવ ફુલે ખેડૂત દેવા માફી’ નામ આપ્યું છે. મુખ્યમંત્રી ઠાકરેએ વિધાનસભામાં કહ્યું હતું કે સૌથી પહેલા 30મી સપ્ટેમ્બર,2019 સુધીના દેવા માફ થશે. દેવા માફીની પ્રક્રિયા માર્ચ,2020થી શરૂ થશે. આ સાથે 25 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર પ્રમાણે દેવુ માફ કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રમાણે મહત્તમ 8 હેક્ટર સુધી 2 લાખની દેવા માફી કરાશે