માલ્યા પાસેથી બેંકોએ3600 કરોડ વસૂલ્યા- હજુ મોટી વસુલાત બાકી

એસબીઆઈના નેતૃત્વવાળા બેંક કોન્સોર્ટિયમે દેશ છોડીને ફરાર થયેલા વિજય માલ્યા પાસેથી અત્યાર સુધી રૂ. 3,600 કરોડની વસૂલાત કરી લીધી છે. જોકે, હજુ માલ્યા પાસેથી બેંકોની રૂ. 11 હજાર કરોડની વસૂલાત બાકી છે. જાન્યુઆરી 2019માં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એક સ્પેશિયલ કોર્ટે માલ્યાને ભાગેડુ જાહેર કર્યા હતા. માર્ચ 2016ની શરૂઆતથી માલ્યા બ્રિટનમાં છે અને હાલ જમાનત પર મુક્ત છે. કોન્સોર્ટિયમના વકીલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટને આ માહિતી આપી હતી આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે માલ્યાની કંપની યુનાઈટેડ બ્રુઅરીઝ હોલ્ડિંગ્સ લિમિટેડે દાખલ કરેલી એક અરજી પણ ફગાવી દીધી હતી. અરજીમાં કંપનીએ કર્ણાટક હાઈકોર્ટમાં એ આદેશને પડકાર્યો હતો, જેમાં લોનની વસૂલાત માટે કિંગફિશર એરલાઈન્સને બંધ રાખવાનો નિર્ણય યથાવત્ રખાયો છે.ઈડીએ કંપનીની પ્રોપર્ટી જપ્ત ના કરવી જોઈએ કારણ કે, તેના પર બેંકોનો દાવો કરવાનો અધિકાર પહેલો છે. નાણાકીય છેતરપિંડીના આરોપમાં માલ્યા વૉન્ટેડ છે. તેમની બંધ થઈ ગયેલી કિંગફિશર એરલાઈન્સ પર અનેક બેંકોની લોન ડિફોલ્ટ કરવાનો આરોપ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *