રક્ષા મંત્રીની આર્મીના વડાઓ સાથે બેઠક પૂર્ણ, લશ્કરને છૂટ અપાઈ

દેશના 20 જવાનોની શહીદી બાદ ભારત ચીન વચ્ચે તણાવભરી સ્થિતિ ચાલી રહી છે. રવિવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે લદ્દાખ મુદ્દે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી જેમાં ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત લશ્કરની ત્રણેય પાંખ ભૂમિદળ, વાયુદળ તેમજ નૌસેનાના વડાઓ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં રાજનાથ સિંહે લદ્દાખ સરહદે વર્તમાન સ્થિતિની સમીક્ષા કરીને લશ્કરને એલએસી પર સંપૂર્ણ સ્વતંત્રતા અપાઈ છે. ચીનની કોઈપણ હરકતનો જડબાતોડ જવાબ આપવા આદેશ અપાયા છે. લદાખ સરહદે લશ્કરના વડાઓને પણ ચીનની દરેક ચાલ પર નજર રાખવા કહ્યું છે ભારત અને ચીન 3,500 કિ.મી લાંબી સરહદ ધરાવે છે. પૂર્વ લદ્દાખની ગલવાન વેલી ખાતે તાજેતરમાં ભારત અને ચીનના લશ્કરના જવાનો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં ભારતના 20 જવાનો શહીદ થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *