અમદાવાદમાં 143 મી ઐતિહાસિક રથયાત્રા ના નીકળી શકતા મંદિના મહંત દિલીપદાસજીએ ભારે દુખ વ્યક્ત કરીને નારાજગી વ્યક્ત કરી હતી. બાદમાં કોગ્રેસ પણ સરકાર સામે પ્રહારો કર્યાં હતા બાદમાં રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યુ કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ અમદાવાદમાં યાત્રાની પૂર્વ સંધ્યાએ મંદિર મહંત અને ટ્રસ્ટને આશ્વાસન આપ્યું હતું કે, જો ઓરિસ્સાને મંજૂરી મળશે તો ગુજરાત પણ હાઇકોર્ટમાં પુરા પ્રયત્ન કરશે.રથયાત્રાના આયોજનની નિષ્ફળતાને લઇ મંદિરના મહંત દ્વારા આપવામાં આવેલા નિવદેન પર ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ગુજરાતમાં રથયાત્રાના આયોજન બાબતે સરકારે તમામ પ્રયાસો કર્યા હતા. સુપ્રીમ કોર્ટમાં ઓરિસ્સામાં યોજાનાર રથયાત્રાને સ્થગિત કરાઈ હતી અને ગુજરાતમાં પણ કોરોના વાયરસની સ્થિતિને કારણે કેટલાક લોકો દ્વારા યાત્રા રોકવા અરજી થઈ હતી. જેને કોર્ટે મંજૂર રાખી યાત્રા રોકી હતી.પુરી યાત્રામાં શરતોને આધીન યાત્રા કરવાની અરજીને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપતા ગુજરાત હાઇકોર્ટમાં યાત્રા યોજવા માટે અરજી કરાઈ હતી એટલુ જ નહિ રાજ્યના એડવોકેટ જનરલ દ્વારા યાત્રાને મંજૂરી મળે તે માટે મોડી રાત સુધી દલીલ કારઈ હતી. જો કે, કોરોના વાયરસની મહામારીના કારણે અમદાવાદ અને ઓરિસ્સાની સ્થિતિ અલગ હતી માટે કોર્ટે અમદાવાદમાં યાત્રા બાબતે મંજૂરી આપી ન હતી.