ગુજરાતમાં ઠંડીનો લાભ તસ્કરો ઉઠાવી રહ્યાં છે રાજકોટ શહેરમાં માધાપર ચોક નજીક આવેલા બાલાજી વેફર્સના ગોડાઉનમાં તસ્કરો ત્રાટકયાં હતા. લૂંટારુએ ચોકીદારને બંધક બનાવી ગોડાઉનમાંથી 1.95 લાખ રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે આ અંગે ગાંધીગ્રામ પોલીસે તપાસ શરુ કરી છે. બાલાજી વેફર્સના ગોડાઉનમાં 3 જેટલા લૂંટારુઓ મધરાતે ઘુસી ગયા હતા અને અંદર રહેલા ચોકીદારને માર મારીને ગોડાઉનમાં અંદર રાખેલા 1.95 લાખ લૂંટી ફરાર થઇ ગયા હતા. લૂંટારૂઓ અંદર પ્રવેશ કરતાં અવાજ થયો હતો જેમાં ચોકીદાર જાગી જતા તેમને માર માર્યો હતો. એક શખસે છરી બતાવી ધમકી આપી વૃદ્ધને બાનમાં લીધા હતા. અન્ય બે શખસો ઉપલા માળે પહોંચ્યા અને ત્યાં ઓફિસના તાળા તોડી અંદર રહેલી 1.95 લાખની રોકડ રકમ લૂંટી લીધી હતી. લગભગ એકાદ કલાકથી વધુ સમય લુંટારૂ ત્રિપુટી ગોડાઉનમાં રોકાઈ હતી. આ લૂંટારુઓ જાણ ભેદુ હોવાની શંકાએ પોલીસે તપાસ શરુ કરી છે.