રાજકોટની લેડી ડોન સોનું ડાંગર સામે 21 હજાર પાનાંની ચાર્જશીટ

રાજયના અનેક જીલ્લાઓમાં નાના મોટા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલી લેડી ડોન સોનુ ડાંગરને અમરેલી એસપી નિર્લિપ્ત રાયને પડકાર ફેકવો ભારે પડી ગયો છે. પોલીસ પાસે શું પાવર છે અને પોલીસ ગુંડા તત્વોની શાન ઠેકાણે લાવવા શું કરી શકે છે તે અમરેલી પોલીસ એસપીએ બતાવી દીધુ છે અમરેલી જિલ્લા પોલીસ વડા અને મહિલા PSIને ‘આમને- સામને’ થવાનો ખુલ્લો પડકાર ફેંકતા અમરેલી પોલીસ વડા નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ સોનુ ડાંગર સામે ગુનો નોધીને GCTOC દ્વારા 21 હજાર પાનાંની ચાર્જશીટ ફાઈલ કરાઈ છે થોડા મહિના પહેલાં અમરેલી જિલ્લા પોલીસ દ્વારા મુન્ના નામના યુવક સામે ફરિયાદ નોંધાઈ હતી આ કેસમાં સોનું ડાંગરે એક વીડિયો મારફતે મહિલા પીએસઆઈ અને અમરેલી પોલીસ વડાને ધમકી આપી હતી. આ કેસમાં અમરેલી પોલીસે ગુનો નોધીને સોનું ડાંગરની ધરપકડ કરી હતી. હવે ગુજસીટોક હેઠળ તેની સામે 21 હજાર પાનાંની ચાર્જશીટ દાખલ કરીને કાયદાનો સંકજો વધુ મજબુત બનાવાયો છે. રાજકોટમાં સોનુ ડાંગર સામે અનેક ફરિયાદો નોધાઈ ચુકી છે પણ અમરેલીમાં એક પણ ગુનો દાખલ થયો નહોતો. ત્યારે સોનુ ડાંગરે રાજુલાના મહિલા PSI અલ્પા ડોડિયાને ધમકી આપી હતી આ કેસમાં સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આઈપીસી કલમ 109, 189, 228, 295 (ક), 500, 504, 506(2) અને આઈટી એક્ટ 67 મુજબ સોનુ ડાંગર સામે ગુનો નોધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *