ગુજરાતમાં કોરોનાના કેસમાં હવે ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે જે સારા સંકેત છે એટલુ જ નહિ સરકારી અને ખાનગી હોસ્પિટલોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જો કે વેન્ટીલેટરની હજુ પણ અછતના કેસ સામે આવી રહયા છે. શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૧,૮૯૨ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૧૯ના મૃત્યુ થયા છે. આ સાથે જ અમદાવાદમાં ૧૮ દિવસ બાદ કોરોનાના દૈનિક કેસનો આંક ૧૨ હજારથી નીચે ગયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક ૬,૬૯,૯૨૮ જ્યારે કુલ મરણાંક ૮,૨૭૩ છે.આ પૈકી ૧,૪૩,૪૮૨ એક્ટિવ કેસ છે જ્યારે ૭૮૨ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪,૭૩૭ દર્દીઓ સાજા થયા છે ગામડાઓ હવે કેસ વધી રહયા છે જે ચિતાનુ કારણ બની રહયા છે જો કે સરકારે પણ તાત્કાલિક અસરથી પગલા ભરવાનુ શરુ કરી દીધુ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં ૩૩૫૯-ગ્રામ્યમાં ૮૩ સાથે ૩૪૪૨ નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨ લાખને પાર થઇ ગયો છે જ્યારે ૬૧,૯૫૬ એક્ટિવ કેસ છે. સુરત શહેરમાં ૮૮૯-ગ્રામ્યમાં ૨૭૩ સાથે ૧૧૬૨ જ્યારે વડોદરા શહેરમાં ૭૧૦-ગ્રામ્યમાં ૪૨૯ સાથે ૧૧૩૯ નવા કેસ સામે આવ્યા છે.