રાજસ્થાનના ઉદેપુરના નાનકડા ગામ આઈદામાં જન્મેલી કથ્થક ડાન્સર સુમને ભારતનુ ગૌરવ વધારી દીધુ છે. 21 વર્ષની સુમન રાવ મિસ વર્લ્ડ કોન્ટેસ્ટમાં રનર અપ બની છે સુમનના પિતા જવેલર અને માતા હાઉસવાઈફ છે. સુમન હાલ સીએનો અભ્યાસ કરી રહી છે અને સારી કથ્થક ડાન્સર પણ છે. આ અગાઉ સુમન રાવ નવી મુંબઈ કોન્ટેસ્ટમાં ફર્સ્ટ રનર અપ બની હતી. ત્યારબાદ તેણે મિસ રાજસ્થાન 2019 કોન્ટેસ્ટ પણ જીતી હતી. 14 ડિસેમ્બરે લંડનમાં મિસ વર્લ્ડ 2019 કોન્ટેસ્ટનું પરિણામ જાહેર થયું હતું. આ વર્ષે મિસ વર્લ્ડનો ખિતાબ જમૈકાની 23 વર્ષીય ટોની સિંહે જીત્યો હતો જો કે દેશ અને ખાસ કરીને રાજસ્થાન માટે ગર્વની વાત એ છે કે, મિસ વર્લ્ડ કોન્ટેસ્ટમાં સુમન રાવ સેકન્ડ રનર અપ બની છે.