રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે રોહિત શર્મા નોમિનેટ

ભારતના ફાંકડા ફટકાબાજ રોહિત શર્માને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે નોમીનેટ કરવામા આવ્યાં છે .બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ રોહિત શર્માને પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ 2020 માટે નોમિનેટ કર્યો છે. જ્યારે ઇશાંત શર્મા, શિખર ધવન અને દીપ્તિ શર્મા અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરાયા છે. ભારત સરકારના યુથ અફેર્સ અને રમત મંત્રાલયે 1 જાન્યુઆરી, 2016થી 31 ડિસેમ્બર, 2019 દરમિયાનના પ્રદર્શનના આધારે સંબંધિત એવોર્ડ માટે આમંત્રણો માંગ્યા હતા. ભારતીય ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્મા વર્ષ 2019માં ICC વનડે ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ થયા હતાં. એટલુ નહી ગયા વર્લ્ડ કપ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં એક જ એડિશનમાં 5 સદી ફટકારનાર પ્રથમ પ્લેયર બન્યો હતો. તે T-20માં ચાર સદી ફટકારનાર અને ટેસ્ટમાં ઓપનર તરીકેની ડેબ્યુ મેચમાં બંને દાવમાં સદી મારનાર પણ એકમાત્ર બેટ્સમેન છે. બીજી તરફ ઓપનર શિખર ધવન ડેબ્યુ પર સૌથી ઝડપી ટેસ્ટ સદી બનાવવાનો રેકોર્ડ ધરાવે છે અને ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત બે ગોલ્ડન બેટ્સ જીતનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. તે વનડેમાં સૌથી ઝડપી 2000 અને 3000 રન કરનાર ભારતીય બેટ્સમેન છે. રમતના ત્રણેય ફોર્મેટ્સમાં રમનાર સૌથી યુવા ભારતીય ઇશાંત શર્મા, ભારતીય પેસ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરી રહ્યો છે. ઈશાંત શર્મા એશિયાની બહાર સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ફાસ્ટ બોલર છે. મહિલા ટીમમાં ઓલરાઉન્ડર દીપ્તિ શર્માના નામે વુમન્સ વનડેની એક ઇનિંગ્સમાં સર્વાધિક રન કરવાનો રેકોર્ડ છે. તેમજ તે વુમન્સ વનડેમાં 6 વિકેટ લેનાર એક માત્ર ભારતીય ક્રિકેટર છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *