રાજ્યના 4 મહાનગરમાં 3 મે સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય

ગુજરાતમાં દિન પ્રતિદિન કેસમાં વધારો થઈ રહ્યો છે રાજય સરકાર પણ કોરોનાને કાબુમાં લેવા તમામ પ્રયાસ કરી રહી છે અને દરરોજ ટેસ્ટીગની સંખ્યામાં વધારો પણ કરાઈ રહ્યો છે. શનિવારે જાહેર કરાયેલા આંકડા મુજબ 256 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે અને આ સાથે કોરોના પોઝિટિવની સંખ્યા 3071 પર પહોચી છે બીજી તરફ 6 દર્દીના મૃત્યુ નોંધાતા  કુલ મૃત્યુઆંક 133 થયો છે.  

રાજય સરકારે શનિવારે કરેલી જાહેરાતમાં મોટી ફેરબદલ કરીને નવો આદેશ જારી કર્યો છે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે કે, અમદાવાદ, રાજકોટ, વડોદરા,સુરતના મહાનગરોમાં 3 મે સુધી દુકાનો ચાલુ કરવાની મંજૂરી નથી. આ અંગે સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાયો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દુકાનો બંધ રહેશે. જો કે આવશ્યક ચીજ વસ્તુની દુકાનો ખોલી શકાશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ, બ્યૂટી પાર્લર્સ અને પાનમસાલાની દુકાનોને પણ મંજૂરી હજુ પણ અપાઈ જ નથી. નિર્ણય લેતાં પહેલાં ચારેય મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરો સાથે ચર્ચા વિચારણા કરી હતી બાદમાં સંયુકત રીતે નિર્ણય લેવાયો છે. ચારેય મહાનગરોમાં ૩જી મે સુધી દુકાનો-વ્યવસાયો બંધ રખાશે. જો કે લોકડાઉન દરમિયાન અગાઉ ચાલુ રહેલી જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને જ આ મહાનગરોમાં ચાલુ રાખવા દેવાશે જે અત્યાર સુધી ચાલુ રહેવા પામી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *