રોહિત શર્મા એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન કરનાર ઓપનર

વર્ષ 2019 ઓપનર રોહિત શર્મા માટે ખુબ જ સફળ સાબિત થયું છે. રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડિઝ સામેની કટકની મેચમાં ઓપનર તરીકે એક નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. વર્ષ 2019માં 9 રન પૂરા કરીને એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન કરનાર હેટસમેન બની ગયો છે. રોહિતે શ્રીલંકાના રનમશીન સનથ જયસૂર્યાનો 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે ઓપનર સનથ જયસૂર્યાએ 1997માં ઓપનીગમાં રમીને 2387 રન કર્યા હતા.જયારે રોહિત શર્માના હાલમાં 2442 રન થઇ ગયા છે. તેણે પાંચ ટેસ્ટમાં 93.66ની એવરેજ અને ત્રણ સદીની મદદથી 556 રન કર્યા છે. 14 T-20માં 396 રન કર્યા છે. રવિવારની મેચમાં રોહિતે ત્રીજી વનડેમાં કરિયરની 43મી હાફ સેન્ચુરી ફટકારી હતી વિશાખાપટ્ટનમ ખાતે 159 રન કરીને આ વર્ષે વનડેમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન રોહીત શર્મા બન્યો હતો. એક જ વર્લ્ડ કપમાં પાંચ સેન્ચુરી મારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *