વટવા GIDCમાં બાળમજૂરી કરતા 12 બાળકોને મુક્ત કરાવાયા

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં છેવાડે આવેલા ગામમાં રહેતા સગીર અને સગીરાઓને નોકરીએ રાખી તેમની પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં નાની ઉંમરના 7 છોકરા અને 5 છોકરીઓ એમ મળી કુલ 12 લોકોને પોલીસ અને બાળ સુરક્ષા એકમે છોડાવ્યા હતા. પોલીસે ફેક્ટરીના માલિક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બાળ સુરક્ષા એકમે તપાસ કરી
અમદાવાદ જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીઓએ ગઈકાલે બાતમીના આધારે વટવા જીઆઈડીસી ફેઝ 4 માં પ્લોટ નંબર 4002માં આવેલા ઉમિયા સર્જિકલ પ્રા. લિમાં પેકિંગ વિભાગમાં તપાસ કરી હતી. જેમાં 7 છોકરા અને 5 છોકરીઓ નાની ઉંમરના જણાઈ આવ્યા હતા. પોલીસ અને અધિકારીઓએ તેમના આધાર કાર્ડની તપાસ કરતા તમામ 15થી 17 વર્ષની આસપાસના હતા. તમામ 12 સગીર વયના દસ્ક્રોઈના ત્રિકમપુરા, હાથીજણ, ગેરતપુર અને મૂંજીપુર ગામના રહેવાસી છે.
જીઆઈડીસી પોલીસમાં ગુનો નોઁધાયો
18 વર્ષથી નીચેના બાળકો પાસે કામ કરાવી અને બાળ મજૂરી કરાવવા બદલ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ ફેક્ટરીના માલિક કીર્તિ જે પટેલ સામે ફરિયાદ આપતા વટવા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *