વડગામ પાટિયા નજીક ટેન્કરમાંથી 23.32 લાખનો દારૂ ઝડપાયો

ગુજરાતમાં દારુ ઘુસાડવા બુટલેગરો વિવિધ કીમીયા અજમાવી રહ્યાં છે જો કે પોલીસની બાજ નજરમાં તેમના આ પ્રયાસ નિષ્ફળ નીવડી રહ્યાં છે . વિરમગામ રૂરલ પોલીસે વડગામના પાટિયા પાસે અશોક લેલન ટેન્કરમાં લઇ જવાતો ભારતીય બનાવટ નો વિદેશી દારૂની 8,100 બોટલ કિંમત રૂ. 23.82 લાખ, રોકડા 1500, મોબાઇલ કિં.રૂ.7000 અને ટેન્કર રૂ. 10 લાખ સાથે કુલ 33,88,500/- ના મુદ્દામાલ સાથે ટ્રક ટેન્કર ડ્રાઇવરને ઝડપી પાડયો છે. ડી જી. પી. ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષક કેજી.ભાટી અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ ગ્રામ્ય તથા મદદનીશ પોલીસ અધિક્ષક ડો.લવીના સિન્હા વિરમગામના માર્ગદર્શન અનુસાર જિલ્લામાં પ્રોહિબિશન અંગેની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા પો.સબ.ઈન્સ. એમ. એસ.ઝાલાને સૂચના આપી છે. પોલીસને બાતમી મળી હતી કે એક એલ.પી.જી. ગેસનું ટેન્કર વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ-ધાંગધ્રા હાઇવે રોડ પરથી પસાર થવાનું છે. વડગાસ ગામના પાટિયાથી એકાદ કી. મી. આગળ ધાંગધ્રા તરફ હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી ટેન્કરને રોકી ચેક કરતા મુદ્દામાલ સાથે આરોપી હનુમાન રીડમલરામ ખમ્મુરામ બસ્નોઇને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી સહિત કુલ રૂ. 33,88,500નો મુદ્દામાલ ઝડપી વિરમગામ રૂરલ પોલીસે ગુનો નોંધી નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *