વિંડિઝ સામે ઇંગ્લેન્ડે 507 રન ખડકયા

વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે કિંગ્સ ઓવલ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટનો બીજો દિવસ બેન સ્ટોકસના નામે રહ્યો હતો. ઈંગ્લેન્ડે 9 વિકેટે 507 રન કરીને દાવ ડિકલેર કર્યો હતો. દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝે 1 વિકેટના નુકસાને 71 રન કર્યા હતા. જો રૂટે 316 બોલમાં 14 ચોગ્ગાની મદદથી 153 રન કર્યા તો બેન સ્ટોક્સે 120 રનની શાનદાર ઇનિંગ રમી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી વીરાસામી પરમલે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. પ્રથમ દાવમાં 507 રનની સામે વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર કેમ્પબેલ માત્ર 4 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. તેને મેથ્યુ ફિશરે પેવેલિયન ભેગો કર્યો હતો. બાદમાં કેપ્ટન ક્રેગ બ્રેથવેટ અને શમર બ્રુક્સે દિવસના અંત સુધી ટીમનો એક એન્ડ સંભાળી રાખ્યો હતો. બ્રેથવેટ 79 બોલમાં 28 રન કરીને અણનમ છે, જ્યારે બ્રુક્સ 83 બોલમાં 31 રન કરીને રમી રહ્યો છે. 3 ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ ડ્રો રહી હતી. ઈંગ્લેન્ડના વાઈસ કેપ્ટન બેન સ્ટોક્સે 11 ચોગ્ગા અને 6 સિક્સરની મદદથી 120 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. આ મેચમાં સ્ટોક્સે ટેસ્ટ ક્રિકેટમાં 5000 રનનો આંકડો પણ પાર કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *