વિકી કૌશલ-રાજકુમાર રાવનું હાઉસિંગ બિલ્ડીંગ સીલ કરાયું

કોરોના વાઈસની અસર હવે બોલીવુડ સ્ટારના નિવાસ સ્થાન પર પણ પડી રહી છે. એક્ટર વિક્કી કૌશલ અને રાજકુમાર રાવ જે ઓબેરોય મેન્શન બિલ્ડિંગમાં રહે છે તેને મંગળવારે સીલ કરી દેવાઈ છે. સામે આવી રહેલા રિપોર્ટ મુજબ આ હાઉસિંગ સોસાયટીના એક બ્લોકમાં કોરોના પોઝિટિવનો કેસ સામે આવ્યો છે. આ હાઉસિંગ સોસાયટીની C વિંગમાં એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ વિંગમાં એક ડૉક્ટરની 11 વર્ષની દીકરી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત A અને B વિંગને પણ સમગ્રપણે ક્વૉરન્ટાઇન કરી દેવાઈ છે. BMCએ આ સમગ્ર વિસ્તારને ઘણી સારી રીતે સેનેટાઇઝ કર્યો છે અને ત્યાંના લોકોને કોઈ પણ પ્રકારના સંક્રમણથી બચાવવા માટે સલાહ અપાઈ રહી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *