વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદ મેળવવા માટે કરો આ ઉપાય

વિનાયક ચતુર્થી….આ તિથિ અને દિવસ બંને જ ભગવાન ગણેશજીથી સંબંધિત છે. વિનાયક ચતુર્થીના દિવસે ગણપતિ મહારાજની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે વિનાયક ચતુર્થીના દિવસે તમે વાસ્તુ શાસ્ત્રનું વિશેષ ઉપાય કરીને ગણપતિ મહારાજની કૃપા પ્રાપ્ત કરી શકે છે. આ ઉપાય આ પ્રકારના છે.. વિનાયક ચતુર્થી પર આંબા, પીપળા, લીમડાની ગણેશજીની મૂર્તિ ઘરના મુખ્ય દરવાજા પર લગાઓ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે જે ધન અને સુખમાં વૃદ્ધિ કરનાર માનવામાં આવે છે.

આ સાથે જ ગણેશ મહારાજ પરિવારના સભ્યોનો બૌદ્ધિક વિકાસ પણ કરે છે.  વિનાયક ચતુર્થી પર ગાયના ગોબરથી બની ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરીને તેની પૂજા કરો. આ ઉપાયથી ઘરનું વાતાવરણ શુદ્ધ શાંત રહે છે.ગણેશજીની સાથે ક્રિસ્ટલના લક્ષ્મીની પૂજા ધન અને સૌભાગ્ય વૃદ્ધિકારક માનવામાં આવે છે. ઘરમાં આર્થિક સંકટ આવતું નથી.  ફાલ્ગુન મહિનામાં આવતી વિનાયક ચતુર્થીના દિવસે હળદરથી ગણેશજીની મૂર્તિ બનાવીને રાખો. ગણેશજીની આ મૂર્તિ ખૂબ જ શુભ અને સુખદાયક માનવામાં આવે છે. તેનાથી ઘરમાં ખુશીઓનું આગમન થાય છે. ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે ભાઇચારો અને પ્રેમ વધે છે.  ઘરમાં પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય માટે પણ તેમની પૂજા કરવી લાભદાયી હોય છે. વિનાયક ચતુર્થી પર શ્વેતાર્ક ગણેશની મૂર્તિની પૂજા કરો. ગણપતિ મહારાજજીની આ મૂર્તિ ધન અને સુખ વૃદ્ધિનું કારણ માનવામાં આવી છે.

ગણેશજીની આરાધના કરવાથી કુંડળીમાં બુધ ગ્રહ પણ મજબૂત હોય છે અને જાતકોને તેના અનેક લાભ મળે છે. વિનાયક ચતુર્થી પર ક્રિસ્ટલથી નિર્મિત ગણેશજીની પ્રતિમાની આરાધના કરો. વાસ્તુ અનુસાર, ક્રિસ્ટલથી નિર્મિત ગણેશજીની મૂર્તિને વાસ્તુદોષ દૂર કરવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *