વિશ્વનો નંબર-1 જોકોવિચનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

વિશ્વભરમાં કોરોનાના કેસ વધી રહયા છે જેમાં સેલિબ્રીટીઓ પણ સપડાઈ રહ્યાં છે. જાણીતા ટેનિસ પ્લેયર સર્બિયાના નોવાક જોકોવિચ નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે જાતે જ આ વાતની મંગળવારે પૃષ્ટી કરી છે. વર્લ્ડ નંબર-1 જોકોવિચે વાઈરસની સ્થિતિ વચ્ચે એક્ઝિબિશન એડ્રિયા ટૂર ચેરિટી ટૂર્નામેન્ટનું આયોજન કરાવ્યું હતું. ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર ત્રણ ખેલાડી અગાઉથી જ સંક્રમિત થઈ ચુક્યા છે. આ ખેલાડી બુલ્ગારિયાના ગ્રિગોર દિમિત્રોવ, ક્રોએશિયાના બોર્ના કોરિચ અને સર્બિયાના વિક્ટર ત્રોઈકી છે. વિક્ટરની ગર્ભવતી પત્નીનો કોરોના ટેસ્ટ ફણ પોઝિટિવ આવ્યો છે. ગયા સપ્તાહે સોશિયલ મીડિયા પર એક ફોટો વાઈરલ થયો હતો. તેમા દિમિત્રોવ સાથે જોકોવિચ, એલેક્ઝાન્ડર જ્વેરેવ અને મેરિન સિલિચ બાલ્કેટબોલ રમતા દેખાયા હતા. દિમિત્રોવે ઈસ્ટાગ્રામ પર કોરોના સંક્રમિત થયાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે હું મારા ફેન્સ અન મિત્રોને જાણકારી આપવા માંગતો હતો કે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ઈચ્છું છું કે જે લોકો વીતેલા દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા તેમણે ચોક્કસપણે સાવચેતીના ભાગરૂપે તેમનો ટેસ્ટ કરાવવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *