વિશ્વસ્તરે કોરોના વાયરસ 1,66,794 લોકોનો ભોગ લઇ ચૂક્યો છે. જેમાં સૌથી વધુ મોત અમેરિકામાં થઈ ગયા છે. કુલ કેસોનો આંકડો 24,32,092થી વધુ નોંધાયો છે. આ પૈકી 6,36,929 દર્દીઓ સારવાર દરમિયાન ઠીક થયા છે. વિશ્વસ્તરે કોરોનાથી પ્રભાવિત દેશોમાં અમેરિકા સૌથી આગળ છે જ્યાં કોવિડ-19ને કારણે મરનારાની સંખ્યા 40 હજારને પાર થઇ ચૂકી છે. અહીં કુલ કેસોની સંખ્યા 7,60,570એ પહોંચી છે. જેમાં પ્રતિ દિવસ વધારો જોવા મળી રહ્યો છે. બીજા સ્થાને ઇટાલી છે જ્યાં મૃત્યુઆંક 23660 છે અને કુલ કેસો 178,000થી વધારે સામે આવ્યા ચૂક્યા છે. સ્પેનમાં પણ કુલ કેસોનો આંકડો 2 લાખને પાર નીકળી ગયો છે, જેમાંથી 20852 લોકોના મોત થયા છે. ફ્રાન્સમાં પણ 19744 લોકો જીવ ગુમાવી બેઠા છે અહીં કુલ 1,54,098 કેસ સામે આવી ચૂક્યા છે. બ્રિટનમાં અત્યાર સુધી 1,25,850 કેસ થયા છે જેમાંથી 16544 લોકોના મોત થયા છે.