વુમન્સ IPLની ફાઈનલમાં ટ્રેલબ્લેજર્સ પ્રથમ વખત ચેમ્પિયન

મેન આઈપીએલ ફાઈનલ દુબઈમાં રમાઈ રહી છે તો વુમન્સ T-20 ચેલેન્જ પુરી થઈ ગઈ છે. જેમાં મહિલાઓની IPLની ફાઈનલમાં સ્મૃતિ મંધાનાની ટ્રેલબ્લેજર્સે હરમનપ્રીત કૌરની સુપરનોવાઝને હરાવી પ્રથમ વખત ચેમ્પિયનશિપ પર કબ્જો કર્યો છે.ફાઈનલમાં ટ્રેલબ્લેજર્સે સુપરનોવાઝને 16 રનથી હરાવી છે. આ સાથે મંધાના પાસેથી છેલ્લા બે વખતથી ટુર્નામેન્ટ જીતતી આવતી હરમનપ્રીતની ટીમ પાસેથી ખિતાબ છીનવી લીધો છે. આ અગાઉ ટોસ હારીને બેટિંગ કરતા ટ્રેલબ્લેઝર્સે સુપરનોવાજને 119 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમે 20 ઓવરમાં 8 વિકેટ પર 118 રન બનાવ્યા હતા જેમા કેપ્ટન સ્મૃતિ મંધાનાએ શાનદાર ફિફ્ટી લગાવી હતી. તેમણે 49 બોલમાં 68 રન બનાવ્યા હતા. સુપરનોવા માટે રાધા યાદવે 5 વિકેટ ઝડપી હતી. ટુર્નામેન્ટમાં 5 વિકેટ ઝડપનાર તે પહેલી ખેલાડી બની હતી. જયારે શશિકલા શ્રીવર્ધને અને પૂનમ યાદવે પણ 1-1 વિકેટ ઝડપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *