42 વર્ષીય મ્યૂઝિક કમ્પોઝર તથા સિંગર વાજિદ ખાનનું 31 મે, રવિવારે મોડી રાત્રે નિધન થયું હતું. તેમને મુંબઈના વર્સોવા કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતાં. આ જ કબ્રસ્તાનમાં બોલિવૂડ એક્ટર ઈરફાન ખાનને પણ સુપુર્દ-એ-ખાક કરાયા હતા. સંગીતકાર સાજિદ-વાજિદ ફૅમ મ્યૂઝિક કમ્પોઝર વાજિદ ખાનનું નિધન થયું છે .42 વર્ષીય વાજિદ છેલ્લાં એક અઠવાડિયાથી કોરોના પોઝિટિવ હતાં. છેલ્લાં ત્રણ દિવસથી વેન્ટિલેટર પર હતાં. કોરોનાને કારણે તેમના મલ્ટી ઓર્ગન ફેલ થતાં તેમનું નિધન થયું હતું. વાજિદ ખાન સુપરસ્ટાર સલમાનની નિકટ હતાં. તેમની ઘણી ફિલ્મમાં સાજિદ-વાજિદે સંગીત આપ્યું છે. સલમાનના મેનેજર જોર્ડી પટેલે કહ્યું હતું, વાજિદની માતા કોરોના પોઝિટિવ છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે. આ જ હોસ્પિટલમાં વાજિદ ખાનને પણ એડમિટ કરવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં કોવિડના સંપર્કમાં આવ્યા બાદ વાજિદ સીધા વેન્ટિલેટર પર જતા રહ્ હતાં કિડનીના પ્રોબ્લેમને કારણે આમ પણ તેમની ઈમ્યૂનિટી ઘણી જ ઓછી હતી. આવામાં કોરોનાવાઈરસ તેમના ફેફસાં સુધી પહોંચી ગયો હતો. જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમનામાં વાઈરસ સીધો ફેફસાં પર અટેક કરે છે. હાલમાં તેમની માતા હોસ્પિટલમાં જ છે.’ બોલિવૂડમાં અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપરા, અર્જુન કપૂર, વરુણ ધવન, કિઆરા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિતના સેલેબ્સે સોશિયલ મીડિયામાં વાજિદ ખાનના આકસ્મિક નિધન પર દુઃખ પ્રગટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સાજિદ-વાજિદે 1998માં સલમાન ખાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’થી કરિયરની શરૂઆત કરી હતી. સાજિદ-વાજિદ તથા સલમાન વચ્ચે ખાસ બોન્ડિંગ હતું. તેમણે સલમાનની ફિલ્મ ‘તેરે નામ’, ‘મુઝસે શાદી કરોંગી’, ‘પાર્ટનર’ તથા ‘દબંગ’માં સંગીત આપ્યું હતું. હાલમાં જ સલમાન ખાને ઈદ પર રિલીઝ કરેલું ‘ભાઈ ભાઈ’ સોંગમાં સાજિદ-વાજિદે જ સંગીત આપ્યું હતું.