સંઘની દશેરા પૂજા:ભાગવતે કહ્યું- અમારી મિત્રતાને નબળાઈ ન સમજે

વિજયાદશમીના અવસરે દેશભરમાં કોરોનાની વચ્ચે સાવચેતી રાખીને કાર્યક્રમો યોજાયા જેમાં રવિવારે સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં આવેલા મુખ્યાલયમાં શસ્ત્ર પૂજા કરી હતી. ભાગવતે કહ્યું કે, રામ મંદિર પર 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટનો અસંદિગ્ધ નિર્ણય આવ્યો. આખા દેશના સમાજે તેને સ્વીકાર્યો હતો હર્ષોલ્લાસનો વિષય હોવા છતા સંયમથી દેશભરમાં ઉજવણી કરાઈ. કોરોનાના કારણે આ વખત માત્ર 50 લોકો હાજર રહ્યા હતા. મોહન ભાગવતે સીધા જ ચીન પર ઈશારો કરીને કહ્યું કે,ચીનના સામ્રાજ્યવાદી સ્વભાવની સામે ભારત અવરોધ બનીને ઊભો છે, જેનાથી પાડોશી દેશનો હોસલો પડી ભાગ્યો. કોઈ પણ દેશ આપણી મિત્રતાને નબળાઈ ન સમજે. આપણે કહી શકીએ છીએ કે તમામ પરિસ્થિતિમાં કોરોના મહામારીથી ભારતમાં થતું નુકસાન ઓછું છે, જેના કારણે કોરોનાની બિમારી કેવી રીતે ફેલાશે તેને સમજીને આપણા તંત્રએ આપણને ઉપાય જણાવ્યા. તેનો અમલ થાય, તેની તત્પરતાથી યોજના કરી. આ લોકોએ કોરોનાને વધારીને તેનું વર્ણન કર્યું. જેનાથી જનતામાં બીક પેસી ગઈ. પણ તેનો ફાયદો પણ થયો કે જનતા વધારે સાવધાન થઈ ગઈ. અમારી પાસે સાત દિવસનું રાશન છે, જેને જરૂર હોય તેમને આપો. સંકટમાં લોકોએ એકબીજાનો સહયોગ કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *