સંસદમાં રાહુલના નિવેદનથી ગૃહમાં હોબાળો- મહિલા સાંસદોનો વિરોધ

રાહુલ ગાંઘીના નિવેદનને લઈને હોબાળો

નવી દિલ્હી– 14 ડિસેમ્બર 2019

શિયાળુ સત્રમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘રેપ ઈન ઈન્ડિયા’વાળા નિવેદનને લઈને ભારે શોરબકોર અને હોબાળો મચી ગયો હતો જેના પડઘા લોકસભા અને રાજ્યસભામાં પડયાં હતા રાહુલના નિવેદનની સામે ભાજપના સાંસદોએ ભારે હોબાળો કર્યો હતો. જેના કારણે બન્ને ગૃહોને સ્થગિત કરી દેવાની ફરજ પડી હતી . કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ભારે વિરોધ કરીને લોકસભા સ્પીકરને રાહુલ ગાંધીને સજા આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, ગાંધી પરિવારના આ વ્યક્તિનું નિવેદન શરમજનક છે. તેની સામે રાહુલ ગાંધીએ માફી માંગવાની સ્પષ્ટ ના પાડી દીધી છે

અમેઠી સાંસદ સ્મૃતિ ઈરાની સહિત અન્ય ભાજપ મહિલા સાંસદોએ રાહુલ ગાંઘીની માફીની માંગ કરી છે. ગુરુવારે ચૂંટણી પ્રચાર દરમ્યાન ઝારખંડના ગોડ્ડામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઈન્ડિયા’નો નારો આપ્યો હતો, પણ આજકાલ તમે જ્યાં જોશો , ત્યાં ‘રેપ ઈન ઈન્ડિયા’છે.

સંસદમાં ભારે હંગામાની વચ્ચે બે પક્ષ સામસામે આવી ગયા હતા જેમાં કનિમોઝીએ રાહુલ ગાંધીનો બચાવ કર્યો હતો સાંસદ સ્મૃતિ ઈરાની સહિત અન્ય ભાજપ મહિલા સાંસદોએ માફી માંગ કરી છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું- આ ઈતિહાસમાં પહેલી વખત છે જ્યારે કોઈ નેતા સ્પષ્ટ રીતે આવું કહી રહ્યો છે કે ભારતીય મહિલાઓ સાથે દુષ્કર્મ કરવું જોઈએ. રાહુલ ગાંધી દેશના લોકોને આ કેવો મેસેજ આપી રહ્યા છે? બીજી બાજુ રાજ્યસભામાં હોબાળાને ધ્યાનમાં રાખતા સભાપતિ વેંકૈયા નાયડૂએ કહ્યું કે, તમે એવા વ્યક્તિનું નામ ન લઈ શકો, જે ગૃહના સભ્ય નથી. રાહુલના નિવેદનનાં સંસદની બહાર પણ ભારે પ્રત્યાઘાત પડયાં હતા

હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી અનિશ્વિત કાળ માટે સ્થગિત કરી દેવાઈ છે

સંસદના કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે, રાહુલ ગાંધીને દેશની મહિલાઓને શું સમજી રાખી છે.સ્મૃતિ ઈરાનીએ કહ્યું રાહુલ ગાંધી શું મેસેજ આપવા માંગે છે

શ્નકાળ શરૂ થયા પહેલા ભાજપ સાંસદોએ લોકસભામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને માફી માંગવા કહ્યું હતું. ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાને આતંકી ગણાવનારા નિવેદન અંગે રાહુલ ગાંધી પાસે માફી માંગ કરી રહ્યા છે.

સાંસદોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી

સંસદના શિયાળુ સત્રના અંતિમ દિવસની સાથે સાથે આજના જ દિવસે 2001માં સંસદ પર હુમલો થયો હતો. આ હુમલામાં શહીદ થયેલા લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ પીએમ અને કોંગ્રેસ સાંસદ મનમોહન સિંહ સહિત અન્ય પાર્ટીઓના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીના નિવેદન ‘રેપ કેપીટલ’ અંગે હોબાળો થયો હતો. આ હોબાળા બાદ રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહીને 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *