સુરતના અણુવ્રત નજીક આવેલા આશિર્વાદ પાર્કના એક મકાનમાં ઘરઘાટી મહિલા 17 લાખના દાગીના ઉઠાવી ફરાર થઈ ગઈ હતી જો કે ઉમરા પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાંખીને નોકરાણીની ધરપકડ કરી છે. માત્ર આઠ દિવસ પહેલા જ સંગીતા નામની મહિલા ઘરઘાટી તરીકે કામે લાગી હતી .પ્રોપર્ટી બ્રોકરનું કામ કરતાં શંભુનાથે વોચમેનની મદદથી આ મહિલાને નોકરાણી તરીકે રાખવી ભારે પડી ગઈ હતી સંગીતાએ ચોરી કરવા માટે તેની સગી મહિલાનો સહારો લીધો હતો ઘરમાં ઝાડું પોતુ કરવાના બહાને સંગીતા ્ર્અને તેની બહેન પુજાની મદદથી બેડરૂમમાં આવેલ લાકડાના ફર્નિચરવાળા કબાટને ચાવીથી ખોલી ડ્રોવરમાં રાખેલ રોકડા 10 હજાર અને 17 લાખઘરમાના ડાયમંડ અને સોનાના દાગીના સાથે કુલ 17 લાખ 10 હજારની ચોરી કરી ફરાર થઈ ગયાહતા બાદમાં પોલીસે સીસીટીવીની મદદથી બન્નેને ઓળખી લઈને ધરપકડ કરી લીધી છે