સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોરીનો ભેદ ઉકેલીને ગુજરાત બહારથી બે શખ્સોને ઝડપ્યા છે. તેમજ આરોપીઓ પાસેથી મોટાભાગની રોકડ મળી આવી છે. આ રોકડ રકમને પોલીસે જપ્ત કરી છે. ખટોદરામાં 11 ઑક્ટોબરના રોજ રાત્રે 90 લાખની ચોરીના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને(Crime Branch) સફળતા મળી છે. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોરીનો ભેદ ઉકેલીને ગુજરાત બહારથી બે શખ્સોને ઝડપ્યા છે. તેમજ આરોપીઓ પાસેથી મોટાભાગની રોકડ મળી આવી છે. આ રોકડ રકમને પોલીસે જપ્ત કરી છે. 11 ઓકટોબરના રોજ રાત્રે સુરત શહેરમાં બિલ્ડરની ઓફિસમાંથી માત્ર અડધા કલાકમાં જ 90 લાખની ચોરી થઈ હતી. જેમાં શહેરના ન્યૂ સિટીલાઈટ રોડ પર રાત્રે બે તસ્કરોએ બિલ્ડરની ઓફિસને ટાર્ગેટ કરી અને 90 લાખની ચોરી કરી હતી. બિલ્ડરની ઓફિસના મેનેજરે ખટોદરા પોલીસમાં આ બાબતે ફરિયાદ આપતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.