સુરત: પશ્ચિમ રેલવેના સ્ટેશનો પર બે વિશેષ ટ્રેનોના સમયમાં સુધારો

મુસાફરોની સુવિધા માટે રેલવે દ્વારા બે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. મડગાવ-હઝરત નિઝામુદ્દીન વિશેષ ટ્રેન (02413) અને તિરુવંતપુરમ-નવી દિલ્હી વિશેષ ટ્રેન (02431) પશ્ચિમ રેલવેના સ્ટેશનો પર વિશેષ ટ્રેનના આગમન અને પ્રસ્થાનના સમયને સુધારવાનો નિર્ણય લેવાયો છે.

મડગાવ-હઝરત નિઝામુદ્દીન વિશેષ ટ્રેન  (02413) હવે વસઈ રોડ સ્ટેશન પર 20.00ને બદલે 19.40 કલાકે પહોંચશે અને 19.45 કલાકે ઉપડશે. આ વિશેષ ટ્રેન હવે સુરત સ્ટેશન પર 22.55 ને બદલે 22.25 કલાકે પહોંચશે અને 22.28 કલાકે ઉપડશે.  આ ટ્રેન હવે વડોદરા સ્ટેશન પર 00.36ને બદલે 00.06 કલાકે પહોંચશે અને 00.26 કલાકે ઉપડશે.

તેવી જ રીતે તિરુવંતપુરમ-નવી દિલ્હી વિશેષ (02431) ટ્રેનને હવે વસઈ રોડ સ્ટેશન પર એક વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે, જ્યાં આ ટ્રેન 19.40 પર પહોંચશે અને 19.45 વાગ્યે ઉપડશે. આ વિશેષ ટ્રેન હવે વડોદરા સ્ટેશન પર 00.36ને બદલે 00.06 કલાકે પહોંચશે અને 00.26 કલાકે ઉપડશે. આ ફેરફાર તા.10 નવેમ્બરના રોજથી ટ્રેનના ફેરાથી અમલમાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *