સુરતમાં ગ્રાહકના સ્વાંગમાં .2.15 લાખની લૂંટ કરનારા 4 ઝડપાયા

સુરતના ઉધનામાં સ્વસ્તિક મોબાઇલ નામની દુકાનમાં ચાર લુંટારૂઓ દ્રારા પિસ્તોલ બતાવીને 17 નંગ મોબાઇલ ફોન અને રોકડ મત્તા મળી કુલ રૂા. 2.15 લાખની મત્તાની લૂંટ કરનારા શખ્સોને ઝડપી લીધા છે.

ઉધનાની મોબાઈલ શોપમાં 15 સપ્ટેમ્બરે 4 શખ્સો ગ્રાહકના સ્વાંગમાં આવીને મોબાઈલ અને રોકડની લૂંટ કરી હતી આ લૂંટ કરતાં પહેલા તેઓ 2 બાઈક લઈને દુકાન પર પહોચ્યાં હતા જેના આધારે પોલીસે તપાસ કરીને ઓરિસ્સા ભાગી ગયેલા 4 આરોપીને ઝડપી લીધા હતા. દુકાનના સીસી ટીવી ચેક કરતાં પોલીસને ખબર પડી હતી કે લૂંટ કરતાં પહેલા તેઓ દુકાનની રેકી કરી ગયાં હતા. રેકી કર્યા બાદ પ્લાન બનાવીને સાંજે પરત આવ્યાં હતા અને બંદુક બતાવીને દુકાન માલિકને ધમકી આપી લૂંટ કરી હતી. પોલીસે આ ગુનામાં સુરતના સંતોષ ગૌડ,મનોજ શેટ્ટી,શિવરંજન અને એક સગીરની અટકાયત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *