સોનું મોંઘુ થયું, ચાંદીના ભાવ પણ વધ્યા

એચડીએફસી સિક્યોરિટીઝના મતે આ તેજી પાછળનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં વધારો છે. ગઈકાલે સોનું રૂ. 46,324 પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યું હતું દિલ્હીમાં સોમવારે સોનાનો ભાવ(Gold Price)256 રૂપિયા વધીને 46,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા છે. એચડીએફસી સિક્યોરિટીઝના મતે આ તેજી પાછળનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં વધારો છે. ગઈકાલે સોનું રૂ. 46,324 પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યું હતું. જયારે ચાંદી(Siver) પણ 188 રૂપિયા વધીને 62,328 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. અગાઉના વેપારમાં તે 62,140 રૂપિયા પ્રતિ કિલો હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું(Gold)વધીને 1,782 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. તેમજ ચાંદી 23.72 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ રહી છે .દિવાળીથી ડિસેમ્બર સુધી સોનાની કિંમત 57 હજાર રૂપિયાથી 60 હજાર રૂપિયા સુધી જઈ શકે છે. એટલે કે અત્યારે જે ભાવ ચાલી રહ્યા છે તે 10 ગ્રામ દીઠ 14 હજાર સુધી વધી શકે છે. જ્યાં સુધી ચાંદીની વાત છે, તેમાં પણ મોટો વધારો થઈ શકે છે. મોટાભાગના વેપારીઓ માને છે કે ચાંદીના ભાવ દિવાળી સુધીમાં અથવા વર્ષના અંત સુધીમાં 76,000 થી 82,000 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *