સોમવારે જ કરો શિવજીની આરાધના- ખૂબ લાભદાયી

ભગવાન શિવનુ મહત્વ વિશેષ છે. શંભુ શિવ ત્રિદેવોમાંથી એક છે અને એટલા માટે હિન્દૂ ધર્મમાં ભગવાન શિવના અનેક નામોથી ઓળખાય છે. સોમવારના દિવસે ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે અને એવી માન્યતા છે કે આ દિવસે જો સાચ્ચા મનથી ભોલેનાથની પૂજા કરાય તો દરેક મનોકામના પૂરી થઇ જાય છે. પરંતુ સોમવારના દિવસને જ ભગવાન શિવની પૂજા માટે આટલો મહત્ત્વનો કેમ માનવામાં આવે છે? જાણો તેનું કારણ અને શિવજીની પૂજા દરમિયાન કયા જરૂરી નિયમોનું પાલન કરવું જોઇએ. 

સોમવારે શિવજીની પૂજાનું આ છે કારણ – સોમવારના દિવસે શિવમંદિરોમાં ભકતોની ભીડ જામે છે. શિવરાત્રી તો સૌથી મોટો તહેવાર છે ઘણા બધા લોકો શિવજીની પૂજા કરવાની સાથે જ વ્રત પણ રાખે છે. સોમવારના દિવસે રાખવામાં આવતા વ્રતને સોમેશ્વર વ્રતના નામથી પણ ઓળખાય છે. સોમેશ્વરનો અર્થ છે સોમના ઇશ્વર. સોમ એટલે ચંદ્રમાના ઇશ્વર જે ભગવાન શિવ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ચંદ્રદેવે સોમવારના દિવસે જ ભગવાન શિવની આરાધના કરી હતી જેનાથી તેમને ક્ષય રોગથી મુક્તિ મળે અને તેઓ નિરોગી થઇ ગયા. એટલા માટે સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવા માટે સર્વોત્તમ માનવામાં આવે છે. આ ઉપરાંત સોમનો અર્થ સૌમ્ય પણ થાય છે. ભગવાન શંકરને ખૂબ જ સૌમ્ય અને શાંત દેવતા કહેવામાં આવે છે. તેઓ પોતાના ભક્તોની ભક્તિથી જલ્દી પ્રસન્ન થઇ જાય છે એટલા માટે તેમણે ભોલેનાથના નામથી પણ ઓળખવામાં આવે છે. શિવના સરળ હોવાને કારણે પણ સોમવારનો દિવસ શિવજીનો દિવસ મનાય છે  

સોમવારના દિવસે શિવલિંગ પર જળ અને દૂધથી અભિષેક કરો, બિલિપત્ર ચઢાઓ અને ૐ નમ: શિવાય મંત્રનો જાપ કરો.  – આ દિવસે તમે શિવજીની પૂજા કર્યા બાદ શિવ ચાલીસા અથવા શિવાષ્ટકનો પાઠ પણ કરી શકો છો.  – શિવજીની પૂજામાં કેતકીનું ફૂલ ન ચઢાવશો. આ સાથે જ તુલસીનાં પાંદડાં અથવા તો શિવજીને શંખથી જળ પણ ન ચઢાવશો.  – શિવજીની પૂજામાં તલનો ઉપયોગ પણ ન કરશો, આ સાથે જ ભોલેનાથને હળદર અને કુમકુમ પણ ન ચઢાવશો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *