સૌથી લાંબું લોકડાઉન હવે સમાપ્ત: બ્રિટન 97 દિવસ પછી અનલોક

વિશ્વમાં ફરી વાર કોરોનાના ભરડામાં સપડાયુ છે તો મહાસત્તા બ્રિટનમાં 97 દિવસ પછી લોકડાઉન હટી ગયુ છે બ્રિટનમાં કોરોના બેકાબૂ થતાં અહીં 5 જાન્યુઆરીથી લોકડાઉન થયુ હતુ. ડિસેમ્બરથી જ બ્રિટનમાં ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવી દેવાયા હતા હવે 3 માસ પછી અહીં ફરી જિમ, હેરસલૂન અને રિટેલ સ્ટોર ખૂલવાનાં શરૂ થઈ ગયાં છે જાન્યુઆરીમાં બ્રિટનમાં રોજના 55 હજારથી વધારે નવા કેસ આવતા હતા. હવે નવા દર્દીઓની સંખ્યા 4 હજાર કરતાં નીચે આવી ગઈ છે. એ ઉપરાંત બ્રિટને તેની 48 ટકા જનતાને કોવિશીલ્ડ વેક્સિન આપી દીધી છે.. પૂર્વ નિર્ધારિત યોજના પ્રમાણે 21 જૂનથી સંપૂર્ણ રીતે લોકડાઉન હટાવી દેવામાં આવશે. જાન્યુઆરીએ જ્યારે બ્રિટિશ પીએમ બોરિસ જોહન્સને નવા પ્રતિબંધોની જાહેરાત કરી તો દરેક વાત સ્પષ્ટ થઈ ગઈ, એટલે કે કયું સેક્ટર ક્યારે બંધ રહેશે ને ક્યારે ખૂલશે. એને કારણે લોકોમાં બહુ પેનિક ના થયું. એક બાજુ, લોકડાઉન અને બીજી બાજુ ફાસ્ટ વેક્સિનેશન ચલાવીને બ્રિટને કોરોનાની સ્પીડને કંટ્રોલમાં કરી લીધી હતી, જ્યારે યુરોપ ધીમું વેક્સિનેશન અને લોકડાઉનમાં રાહ જોવાના કારણે કોરોનાની ત્રીજી લહેર સામે લડી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *