‘સ્કેમ 1992’ વેબ સિરીઝ 9.6 IMDb રેટિંગ સાથે હાઈએસ્ટ રેટિંગ શો

ગુજરાતના રાજકોટના બ્રોકર હર્ષદ મેહતાની રિયલ સ્ટોરી પર આધારિત વેબ સિરીઝ ‘સ્કેમ 1992’ સોની લિવ પર સ્ટ્રીમ થઇ રહી છે. આ શો હીટ થઈ ગયો છે અને તેનો પુરાવો છે શોનું IMDb (ઇન્ટરનેટ મુવી ડેટાબેઝ) રેટિંગ. આ શો IMDb પર હાઈએસ્ટ રેટિંગ ધરાવતા શોમાં સામેલ થઇ ગયો છે. ‘બ્રેકિંગ બેડ’, ‘ચર્નોબલ’, ‘ગેમ ઓફ થ્રોન્સ’ જેવા ફેમસ શોને પાછળ રાખીને ‘સ્કેમ 1992’ 9.6 રેટિંગ સાથે ટોપ પર આવી ગયો છે.’હંસલ મેહતાએ ડિરેક્ટ કરેલી આ સિરીઝ સુચેતા દલાલ અને દેબાશિષ બાસુની બુક ‘ધ સ્કેમ: હૂ વોન,હૂ લોસ્ટ, હૂ ગોટ અવે’નું અડેપ્ટેશન છે. સુચેતા દલાલે વર્ષ 1992માં આ સ્કેમનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધીએ હર્ષદ મેહતાનો રોલ પ્લે કર્યો છે, જેમની એક્ટિંગનાં પણ ભરપૂર વખાણ થઈ રહ્યાં છે. આ સિવાય સ્ટારકાસ્ટમાં રજત કપૂર, હેમંત ખેર, નિખિલ દ્વિવેદી, સતીશ કૌશિક, શ્રેયા ધન્વંતરિ વગેરે પણ સામેલ છે.સ્કેમ 1992’ 10 એપિસોડની આ વેબ સિરીઝને આ સ્ટોરી લખાઈ રહી છે ત્યાં સુધીમાં 37,000થી વધુ લોકોએ વોટ આપ્યા છે. આટલા વોટિંગ સાથે એવરેજ રેટિંગ 9.6 છે અને શો લિસ્ટમાં ટોપ પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *