સ્મિથે પિચને નુકસાન પહોંચાડવાનો કર્યો પ્રયાસ, કેમેરામાં કેદ થયો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ટેસ્ટના 5મો દિવસે ઋષભ પંત અને ચેતેશ્વર પૂજારાનાં નામે રહ્યો, પરંતુ સ્ટીવ સ્મિથે એવી હરકત કરી હતી, જેનાથી તે ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો. સ્ટીવ સ્મિથે તક જોઈને પિચને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્ટીવ સ્મિથની આ શરમજનક હરકત સ્ટમ્પ્સમાં લગાડવામાં આવેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે ઓસ્ટ્રેલિયન મીડિયાએ એને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.મેચની ચોથી ઈનિંગ દરમિયાન જ્યારે ડ્રિંક્સ બ્રેક થયો ત્યારે ઋષભ પંત પિચ છોડીને પાણી પીવા ગયો હતો. આ દરમિયાન સ્ટીવ સ્મિથે તક મેળવીને પોતાના જૂતાથી પિચને નુકસાન પહોંચાડ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ વિકેટ મેળવવા માટે હવાતિયા મારી રહી હતી, ત્યારે સ્મિથે પોતાના બોલર્સની મદદ કરવાના પ્રયાસમાં આ હરકત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *