સ્કોટલેન્ડ ની ટીમે T20 વર્લ્ડ કપ માં બાંગ્લાદેશને હરાવીને શાનદાર શરૂઆત કરી છે. તેની રમતની સાથે, ચાહકો પણ સ્ટાઇલિશ જર્સીને ખૂબ પસંદ આવી રહી છે.આ જર્સી સ્કોટલેન્ડની રહેવાસી 12 વર્ષની રેબેકા ડાઉની એ ડિઝાઇન કરી છે. સ્કોટલેન્ડ ક્રિકેટે જર્સીની ડિઝાઇન માટે દેશભરમાંથી એન્ટ્રી મંગાવી હતી. જેમાંથી રેબેકાની ડિઝાઇન પસંદ કરવામાં આવી હતી. .આ વખતે T20 વર્લ્ડ કપ માં, જ્યાં કેટલીક ટીમો પોતાની રમતથી પોતાની છાપ બનાવી રહી છે, તો કેટલીક ટીમો પોતાની જર્સીને લઈને પણ ચર્ચામાં છેસ્કોટલેન્ડ ક્રિકેટે એક તસવીર શેર કરી છે. જેમાં રેબેકા ટીમની જર્સી પહેરેલી જોવા મળી રહી છે ટીવીની પાછળ સ્કોટલેન્ડની મેચ ચાલી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું, ‘સ્કોટલેન્ડના કિટ ડિઝાઇનર. 12 વર્ષની રેબેકા ડાઉની હેડિંગ્ટનની રહેવાસી છે જે ટીવી પર પહેલી ગેમ જોઈ રહી હતી. આભાર રેબેકા.. આ વર્લ્ડ કપ માટે, લગભગ તમામ ટીમોએ નવી જર્સી લોન્ચ કરી છે. જેમાં સ્કોટલેન્ડ ની જર્સી વિશે ઘણી ચર્ચા છે.સ્કોટલેન્ડની જર્સી જાંબલી રંગની છે જેમાં વિવિધ શેડ્સના પટ્ટાઓ છે. આ જર્સી પર સ્કોટલેન્ડ સફેદ અક્ષરે લખેલું છે અને સ્કોટલેન્ડ ક્રિકેટનું પ્રતીક પણ તેની પર રહે છે. આ જર્સી ખૂબ જ સ્ટાઇલિશ છે જેને ચાહકો પણ ખૂબ પસંદ કરે છે.