ટેડ ટોક્સની આગામી સીઝનમાં શાહરુખ ખાન ફરીવાર નાના પડદે પરત ફરી રહ્યો છે. આ વખતે તે 13 વર્ષીય ઇન્વેન્ટર ગીતાંજલિ રાવથી ઘણો પ્રભાવિત થઇ ગયો છે.
ગીતાંજલિનું માનવું છે કે લોકોની મદદ કરવા અને જીવન બચાવતી ટેક્નોલોજી બનાવવા માટે કોઈ ઉંમરની સીમા હોતી નથી. ગીતાંજલિએ એક પોર્ટેબલ ડિવાઇસ બનાવ્યું છે. જેનું નામ ટેથિસ છે. આનાથી ખરાબ પાણીની ખબર પડી જાય છે. આ ડિવાઇસ એકદમ અફોર્ડેબલ છે. તાજા પાણી માટે આનું નામ ગ્રીક દેવીના નામ પરથી રખાયું છે. આ સેન્સર એક મોબાઈલ એપ સાથે જોડાયેલ છે તે સટીક અને તરત જ પરિણામ આપે છે. તેને શાહરુખ ખાનની સામે ટેડ પ્લેટફોર્મ પર પોતાનું ઈન્વેન્શન દેખાડવાનો મોકો પણ મળ્યો.
આ સાથે ગીતાંજલિએ એક બીજું ડિવાઇસ એપીઓન પણ બનાવ્યું છે. આ ડિવાઇસ શરૂઆતના લેવલમાં નશાની લતને જાણવામાં મદદ કરે છે. ગીતાંજલિના ઈન્વેન્શનથી શાહરુખ ઘણો પ્રભાવિત થઇ ગયો અને તેણે કહ્યું કે, ‘આ અદભુત ઈન્વેન્શન છે. જ્યારે હું 13 વર્ષનો હતો ત્યારે મારાં માતા-પિતા મને સેફ્ટી માટે દરવાજો બંધ કરવા માટે કહેતા હતા. ગીતાંજલિને મળીને હું એમ કહી શકું છું કે આપણું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે.’