14મીએ સવારે 8.16 વાગ્યે સૂર્યનો મકરમાં પ્રવેશ; મીન માટે સમય શુભ

આગામ 14 જાન્યુઆરીએ સવારે 8.16 વાગ્યેથી સૂર્યગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરી 14 ફેબ્રુઆરી સુધી પરિભ્રમણ કરશે. આ ઘટનાને મકર સંક્રાંતિ કહેવાય છે. એ સાથે કમુરતા પણ પૂર્ણ થશે જેથી લોકો દરેક પ્રકારના શુભ કાર્યો કરી શકશે. આ દિવસે સૂર્ય પૃથ્વીના ઉત્તર તરફ ઢળતો જાય છે, માટે તેને ઉતરાયણ કહેવાય છે. મકર રાશિમાં સૂર્ય, બુધ, ગુરૂ, શનિ જેવા ચાર ગ્રહોની યુતિ નૈસર્ગિક કુંડલીથી દસમાં ભાવે બનશે. જેને કારણે સરકારી નીતિ-નિયમો વધુ કડક બનશે. જે પ્રજાલક્ષી રહેશે. મકર રાશિ ચર હોવાથી વેપારમાં તેજી આવશે.

મકરસંક્રાંતિ દાન કરવાનો શ્રેષ્ઠસમયઃ-
સવારે 8.14 થી 4.17 વહેલી સવારે અબોલ પશુઓને લીલુ ઘાસ ચારો, પક્ષીઓને ચણ, ગરીબોને યથાશક્તિ દાન તેમજ બ્રાહ્મણને વિશેષ દાનપુણ્ય કર્મ શ્રેષ્ઠ ગણાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *