143મી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ

અમદાવાદમાં શુક્રવારે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પહેલાં જળયાત્રા સાદગીભર્યા માહોલમાં યોજાઈ .સવારે 8.45 વાગ્યે એક જ ગજરાજ સાથે ગાડીમાં જળયાત્રા નીકળી હતી. કળશને ગાડીમાં સાબરમતી નદીના ભુદરના આરે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પૂજા કરી હતી. જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી મંત્રી નીતિન પટેલ આવી પહોંચ્યા હતાં. કળશની પૂજા બાદ દિલીપદાસજી, મહેન્દ્ર ઝા અને નાયબ મુખ્યમંત્રી કળશ લઇ સાબરમતી નદીમાંથી જળ ભર્યું હતું. બોટમાં બેસી નદીમાંથી જળ લવાયું હતું. કોરોનાની મહામારીના કારણે 143મી રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ હાજર રહ્યાં. જો કે જળયાત્રામાં ભક્તો અને સાધુ-સંતો જોડાયા નહોતા, શોભાયાત્રા વગરની જળયાત્રામાં માત્ર મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ અને પૂજારીઓ જોડાયા હતાં. મંદિર તરફથી રાજકીય નેતાઓન પૂજામાં નહિ જોડાય માત્ર સાદાઈથી પૂજા અને યાત્રા યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ દર વર્ષની જેમ પરંપરાગત રીતે નાયબ મુખ્યમંત્રી આ વિધિમાં જોડાયા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *