આ સદીનુ સૌથી મોટુ સૂર્ય ગ્રહણ 26 ડિસેમ્બર યોજાઈ રહ્યું છે જેની 12 રાશિઓ પર સાનુકુળ અસર થવાની શકયતા છે આ ગ્રહણ ભારત સહિત એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળનાર છે જો કે 2019નું અંતિમ સૂર્ય ગ્રહણ ખંડગ્રાસ રહેશે. દક્ષિણ ભારતની વાચ કરીએ તો અહી કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ જોવા મળશે. જો કે ગ્રહણને લઈને અનેક લોકોની માન્યતા અલગ અલગ હોય છે જ્યોતિષાચાર્યના મતે દેશમાં સૂર્ય ગ્રહણનું સૂતક 12 કલાક પહેલાં શરૂ થઇ જાય છે અને ગ્રહણ પૂર્ણ થવા સુધી રહે છે.
સૂર્ય ગ્રહણનો સમયઃ-
26 ડિસેમ્બરે સવારે લગભગ 8.04 વાગે શરૂ થશે અને 10.56 વાગે પૂર્ણ થશે. આ દિવસે માગસર મહિનાની અમાસ તિથિ રહેશે. ગ્રહણ બાદ નદીમાં સ્નાન કરવાની પરંપરા છે.
ગ્રહણ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ પણ અલગ અલગ જોવા મળતી હોય છે વરસો પહેલા જયારે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાં દેવતાઓ અને દાનવોએ ભાગ લીધો હતો. જ્યારે સમુદ્ર મંથનમાંથી અમૃત આવ્યું ત્યારે તેના માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ શરુ થઈ ગયુ હતુ આ સમયે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લઈને દેવતાઓને અમૃતપાન કરાવ્યું. હતુ તે સમયે રાહુ નામના અસુરે પણ દેવતાઓનો વેશ ધારણ કરીને અમૃત પાન કરી લીધું હતું. ચંદ્ર અને સૂર્યે રાહુને ઓળખી લીધો હતો અને ભગવાન વિષ્ણુને જણાવી દીધું હતું. વિષ્ણુજીએ ગુસ્સે થઇને રાહુનું માથું ધડથી અલગ કરી દીધું હતું. કેમ કે, રાહુએ પણ અમૃત પી લીધું હતું એટલે તેનું મૃત્યુ થયું નહીં. આ ઘટના બાદ રાહુ ચંદ્રદેવ અને સૂર્યદવેને દુશ્મન માને છે અને સમયે-સમયે આ ગ્રહોને ગ્રહણ લગાવે છે. જેથી આ ઘટનાને સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે.